દામનગર સ્વ અરૂણાબેન ચંદ્રકાંતભાઈ આચાર્ય ની પુણ્યસ્મૃતિ માં સિનિયર સિટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ યોજાયો દામનગર સ્વ અરૂણાબેન ચંદ્રકાંતભાઈ (બટુકભાઈ) આચાર્ય ની પુણ્યસ્મૃતિ માં દામનગર સિનિયર સિટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ યોજાયો
સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે આયોજિત સંતશ્રી રણછોડાસબાપુ ટ્રસ્ટ હોસ્પિટલ નો નેત્રયજ્ઞ ગાયત્રી મંદિર ખાતે યોજાયો જેમાં મોતિયા ના દર્દી નારાયણો ને સંત શ્રી રણછોડાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ સંપૂર્ણ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ સાથે દર્દી ઓને લાવવા લઈ જવા રહેવા જમવા અલ્પાહાર દવા ટીપા. ચશ્મા વિના મૂલ્યે આપતી આ નેત્રયજ્ઞ માં ૩૮ દર્દી ઓને રાજકોટ લઇ જવાયા હતા નેત્રયજ્ઞ માં અનેક સ્વયંમ સેવી ઓએ સેવા આપી હતી દામનગર શહેરી સહિત અનેક જરૂરિયાતમંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો સ્વ અરૂણાબેન બટુકભાઈ આચાર્ય પરિવાર ના પુત્ર રત્નો દેવેન્દ્રભાઈ આચાર્ય અને અમિતભાઈ આચાર્ય અને પુત્રવધુ ઓન વરદહસ્તે દીપ પ્રગટ્ય કરી નેત્રયજ્ઞ નો પ્રારંભ કર્યો હતો અને ઉપસ્થિત દર્દી નારાયણો ને આચાર્ય પરિવાર દ્વારા અલ્પાહાર અર્પણ કરાયો હતો
















Recent Comments