અમરેલી

ભારતીય જનતા પાર્ટી નાં વરિષ્ઠ આગેવાનો દ્વારા અમરેલી ખાતે અમેરિકા નો વિરોધ  પ્રદર્શન  અને ભાજપના ધારાસભ્ય મહેશભાઈ અને અન્ય ધારાસભ્ય અમેરિકા નાં પ્રવાસે જેથી લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે:- નરેશભાઈ દેવાણી સાવરકુંડલા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ

તાજેતર માં ભારતીય જનતા પાર્ટી દ્વારા અમેરિકા નો વિરોધ વ્યકત કરવા અમરેલી રાજકમલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું અને અમેરિકા વિરુધ્ધ સુત્રાચાર કરવામાં આવ્યા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી નાં મૂળ માં રહેલ દેશ ભક્તિ માત્ર ને માત્ર રાજનીતિ કરી રહી છે.મુખ મેં રામ અને બગલ મેં ચૂરી જેવો ઘાટ થઇ રહ્યો છે. એક તરફ અમેરિકા નો વિરોધ અને એક તરફ આજ ભાજપ નાં વરિષ્ઠ  ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને અન્ય ધારાસભ્ય અમેરિકા નાં પ્રવાસે ગયેલ છે. તેમાં સોશ્યલ મીડિયામાં તેમના ફોટોશૂટ આવી રહ્યા છે અને તેમાં તેમના દ્વારા પોસ્ટ પણ મુકવામાં આવેલ છે. અમેરિકા નાં પાર્લામેન્ટ માં ભાગ લઇ રહ્યા છે. એટલું તો વિચારો મારા ભાઈ કે પોતાના મત વિસ્તાર માં હાલ ચોમાસા દરમ્યાન વરસાદ ખેચાઈ રહેલ છે. ખેડૂતો ને પુરતા પ્રમાણમાં વીજળી મળતી નથી ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યા છે.ખેડૂતોને તેમની સમસ્યા નું કોઈ સમાધાન મળતું નથી અને અમેરિકા જઈને અમેરિકા ની પાર્લામેન્ટ માં ચર્ચા થઇ રહી છે.અને સાવરકુંડલા ના ખેડૂતોના પ્રશ્ને કઈ નહી.. 

આમ .પોતાના ઘંટી ચાટે અને પારકા ને આટો… તેમજ  મુખ મેં રામ અને બગલ મેં ચૂરી… જેવી પરીસ્થિતિ થઇ રહી છે ત્યારે આ અંગે નરેશભાઈ દેવાણી પ્રમુખશ્રી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમનો વિરોધ કરવામાં આવેલ છે અને બેધારી તલવાર ની રમત બંધ કરો અને ખેડૂતો ના વ્હારે આવો… તેવું અંતમાં જણાવેલ છે.

Related Posts