અમરેલી

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે BAPS સંસ્થાન નડિયાદ થી વરિષ્ઠ સંતો પધાર્યા

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે BAPS સંસ્થાન નડિયાદ થી વરિષ્ઠ સંતો  શ્રી રંગ સ્વામી તેમજ અમૃત વત્સલદાસજી પધાર્યા દામનગર સૈકા જૂની સાહિત્ય સંસ્થાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં પધારેલ સંતો નું સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા ભરતભાઇ ભટ્ટ કોશિકભાઈ બોરીચા રાજેશભાઇ કનાડીયા મનસુખભાઇ નારોલા દિલીપભાઈ ભાતિયા રજનીભાઇ ધોળકિયા ઘનશ્યામભાઈ પરમાર બટુકભાઈ શિયાણી વસંતભાઈ ડોબરીયા રાજુભાઇ ચુડાસમા ડો મોહિતભાઈ વાઢેર જયતિભાઈ નારોલા અમરશીભાઇ નારોલા સહિત અનેક અગ્રણી એ વરિષ્ઠ સંતો નો સત્કાર કર્યો હતો 

સૈકા ઓ જૂની સંસ્થાન ના દરેક વિભાગો ની વિશેષતા ઓ જાણી ખૂબ પ્રભાવિત થતા વરિષ્ઠ સંતો શ્રી રંગ સ્વામી એવમ અમૃતવત્સલ દાસજી કલાકો સુધી પુસ્તકાલય નિહાળ્યું  આફરીન કરતી સુવિધા ઓ વર્ષ ના ૩૬૫ દિવસ ખુલતી કોઇપણ લવાજમ કે શુલ્ક વગર બેનમુન વ્યવસ્થા વિષયવારી કરતાવારી સહિત અનેક પ્રકાર ના હજારો પુસ્તકો ની વિશાલ શૃંખલા

વાચકો ની સતત ચહલ પહલ નોકરી વાંચું ઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા ઓ માટે સ્ટડી રૂમ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને માનવ સાગર માં ઊભી કરાયેલ દીવાદાંડી સંમાતર ગણાવી હતી કલાકો સુધી પૂજ્ય સંતો એ પુસ્તકાલય માં વિતાવ્યા હતા ખૂબ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હજારો મહાપુરુષો ના વિચારો નો સંગ્રહ એટલે જોઈતું વરદાન આપવા સમર્થ સંસ્થાન પ્રત્યે ખૂબ આભાર વ્યક્ત કર્યો જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ છે નો સુંદર સંદેશ આપ્યો હતો 

Related Posts