fbpx
રાષ્ટ્રીય

Sensex અને Nifty એ નવી સર્વોચ્ચ સપાટી પર સ્થિતિ નોંધાવી

મજબૂત વૈશ્વિક સંકેત સાથે આગળ વધતા ભારતીય શેરબજારની શરૂઆત આજે બુધવારે તારીખ ૧૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ પણ લીલા નિશાન ઉપર થઈ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં ખુલ્યા છે. આજના કારોબારના પ્રારંભ સમયે સેન્સેક્સ ૦.૧૬ ટકા અને નિફટી ૦.૨૭ ટકા વૃદ્ધિ સાથે કારોબારનો પ્રારંભ કરવામાં સફળ રહ્યા છે. મંગળવારે ૧૮ જુલાઈ ૨૦૨૩ ના રોજ સેન્સેક્સ ૬૭,૦૦૭.૦૨ અને નિફટી ૧૯,૮૧૯.૪૫ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. આજે પણ શરૂઆતી કારોબારમાં બન્ને મુખ્ય ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી હતો. સેન્સેક્સ ૬૭,૦૮૩ સુધી ઉપલા સ્તરે પહોંચ્યા બાદ સવારે ૯.૨૦ વાગ્યાના અરસામાં ફરી જાેકે ૬૭૦૦૦ નીચે સરકી ગયો હતો. ભારતીય શેરબજારમાં ૫૨ વિક હાઈ જાેઈએ તો જુલાઈ ૧૯ ૨૦૨૩ના દિવસે સવારે ૯ કલાકે ૨૦મીનીટે જીઈદ્ગજીઈઠ ઃ ૬૭,૦૮૩.૪૨ પરની સ્થિતિ નોંધાવી હતી.

આજે બુધવારે તારીખ ૧૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ સવારે સેન્સેક્સ ૬૬,૯૦૫.૦૧ ઉપર ખુલ્યો હતો. આ સમયે ઇન્ડેક્સમાં ૧૦૯.૮૭ અંક મુજબ ૦.૧૬%ની તેજી જાેવામળી હતી. બીજી તરફ નિફટીમાં ૫૩.૭૦ પોઇન્ટ અનુસાર ૦.૨૭% નો ઉછાળો નોંધાયો હતો. આજે સવારે નિફટી ૧૯,૮૦૨.૯૫ ઉપર ખુલ્યો હતો હ્લૈંૈં અને ડ્ઢૈંૈં ના ડેટા પર જાે એક નજર કરીએ તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો (હ્લૈંૈં) એ ૧૮ જુલાઈએ રૂ. ૨,૧૧૫.૮૪ કરોડના શેર ખરીદ્યા છે જ્યારે આ સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડ્ઢૈંૈં) એ ૧૮ જુલાઈ ૨૦૨૩ના રોજ રૂ. ૧,૩૧૭.૫૬ કરોડના શેર વેચ્યા હતા. આ માહિતી નેશનલ સ્ટોક એક્સચેન્જ (દ્ગજીઈ)ના જાહેર ડેટા દર્શાવે છે.

દ્ગજીઈ પર હ્લશ્ર્ં પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ પર પણ એક નજર કરીએ તો, દ્ગજીઈ એ ડેલ્ટા કોર્પ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, મણપ્પુરમ ફાઈનાન્સ અને ઇમ્ન્ બેન્કને જુલાઈ ૧૯ માટે તેની હ્લશ્ર્ં પ્રતિબંધ સૂચિમાં જાળવી રાખ્યા છે. હ્લશ્ર્ં સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં કઈ કંપનીઓ આવે છે તે પૂછતાં જાણવા મળ્યું હતું કે આમ એ કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્‌સ માર્કેટ-વાઈડ પોઝિશન લિમિટના ૯૫ ટકાને વટાવી જાય છે.
કોર રિટેલ વેચાણમાં જૂનમાં મજબૂત લાભ જાેવા મળ્યા બાદ મંગળવારે કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડૉલર ૧૫-મહિનાની નીચી સપાટીથી ઉછળ્યો હતો કારણ કે રોકાણકારો આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વના વ્યાજ દરના ર્નિણયની રાહ જાેઈ રહ્યા છે. મહિના દરમિયાન ૦.૨% ના વધારા સાથે જૂનમાં અપેક્ષા કરતાં યુએસ રિટેલ વેચાણમાં વધારો થયો હતો. અગાઉના અહેવાલ મુજબ વેચાણ ૦.૩% ને બદલે ૦.૫% વધ્યું છે. બજારમાં તેજીની શરૂઆત જાેઈ શકે છે કારણ કે ય્ૈંહ્લ્‌ નિફ્ટી ૧૯,૮૦૮ પર ૪.૫ પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે ફ્લેટ ઓપનિંગ સૂચવે છે. ૧૭ જુલાઈએ સેન્સેક્સ ૨૦૫.૨૧ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકા વધીને ૬૬,૭૯૫.૧૪ પર અને નિફ્ટી ૩૭.૮૦ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા વધીને ૧૯,૭૪૯.૩૦ પર હતો.

Follow Me:

Related Posts