અમરેલી

૧૧ સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ વિશેષ, સ્વામી વિવેકાનંદે વર્ષ ૧૮૯૩ની વિશ્વ ધર્મ પરિષદમાં સમગ્ર વિશ્વને ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના મૂલ્યોનો પરિચય કરાવ્યો

સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિંકાગોમાં વર્ષ ૧૮૯૩માં વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ભાષણથી ભારતીય આધ્યાત્મિક-સંસ્કૃતિના ઉદાત્ત મૂલ્યો વિશ્વપટલ પર સ્થાપિત થયાં હતાં, તેમ કહેવું જરા પણ અતિશયોક્તિ ભરેલું નહીં ગણાય. કારણ કે, એક સમયે વિશ્વમાં ભારતની અંધવિશ્વાસથી ગ્રસિત દેશની છાપ હતી. પરંતુ સ્વામી વિવેકાનંદે શિંકાગોમાં આપેલા ઐતિહાસિક ભાષણને આજે સમગ્ર દેશ ગૌરવપૂર્વક યાદ કરે છે. સ્વામી વિવેકાનંદના આ ઐતિહાસિક ભાષણથી જ દુનિયાને સાચા ભારતની ચેતનાનો પરિચય થયો હતો.

શિંકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં જ્યારે વિશ્વના ધર્મ ધુરંધરો દ્વારા ‘ladies and Gentlemen’ જેવા શબ્દોથી સંબોધન શરૂ થતું હતું, તેવામાં સ્વામી વિવેકાનંદએ ‘Sister and Brothers of America ‘ શબ્દોના ઉચ્ચારણે વૈશ્વિક ધર્મ નેતાઓને ચોંકાવ્યા અને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રકારનું સંબોધન કદાચ ક્યારેય કોઈએ સાંભળ્યું નહોતું.  

સ્વામી વિવેકાનંદે પોતાના આ ઐતિહાસિક ભાષણમાં હિન્દુ સનાતન સંસ્કૃતિના અભિન્ન ભાગરૂપ વસુધૈવ કુટુંબકમ, સહિષ્ણુતા, શાંતિ, ઉદારતા જેવા મૂલ્યો પડઘાતા હતા. તેઓના આ ભાષણ સાર્વભૌમિક એટલે કે, ધર્મ, દેશ, વિચારધારા અને રાજનીતિની સીમાઓથી પર હતું. તેમજ સહિષ્ણુતા, કટ્ટરતા અને ધાર્મિક હઠથી ઉદ્દભવથી થતી વિપરીત અસરો, ભગવદગીતાના ઉપદેશો સહિતના મુદ્દાઓ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સ્વામી વિવેકાનંદે ૧૧, સપ્ટેમ્બર ૧૮૯૩ દિવસે આપેલા ભાષણથી ભારત સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે અગ્રસ્થાને સ્થાપિત થયું. આ સાથે ભારતીય દર્શન પ્રત્યે વિશ્વમાં એક નવો દ્રષ્ટિકોણ પણ પરિષ્કૃત થયો હતો જેને ૧૧ સપ્ટેમ્બરે “દિગ્વિજય દિવસ” તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. જેથી યુવાનો સહિત સૌ કોઈ સ્વામી વિવેકાનંદના વિચારો જાણવા-અપનાવવા માટે પ્રેરિત થઈ શકે.

Related Posts