રાધનપુર-મહેસાણા હાઇવે પર રાધનપુર સેવા સદન નજીક રિક્ષા અને આઇસર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી અને તેમાં બેઠેલા ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિઓ ના ઘટના સ્થળે જ મોત થયા હતા.રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિઓ રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી આઇસર ગાડી સાથે રિક્ષાની જાેરદાર ટક્કર થઈ હતી. આ ઘટના ની જાણ થતાં રાધનપુર પોલીસ સહિત ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ તે પેહલા જ તે વ્યક્તિ ઓ ના મૃત્યુ થયા હતા.તે લોકો ના મૃતદેહો ને નજીક ની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે પહોંચાડવામાં આવ્યા હતા. રાધનપુર પોલીસે આ અકસ્માત ની તપાસ હાથ ધરી છે અને આઇસર ગાડીના ચાલકની શોધખોળ શરૂ કરી છે.
રાધનપુર-મહેસાણા હાઇવે પર ગંભીર અકસ્માક , ઘટનાસ્થળે જ ત્રણના મોત

Recent Comments