ગુજરાત

ગાંધીનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના, 14 સિનિયર વિદ્યાર્થીઓ બરતરફ

ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેના પગલે કોલેજ વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.રાજ્યની ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેના પગલે કોલેજ વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રેગિંગની ફરિયાદના આધારે કોલેજના 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બરતરફ (રસ્ટિકેટ) કરવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ વર્ષમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેમની પાસે વારાફરતી ‘ઈન્ટ્રોડક્શન’ (પરિચય) કરાવવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિ રેગિંગની શ્રેણીમાં આવતી હોવાથી મેડિકલ કોલેજના સત્તાધીશોએ રેગિંગ વિરોધી કાયદા હેઠળ તાત્કાલિક પગલાં લીધા હતા.આ ઘટનામાં સંડોવાયેલા 14 સિનિયર વિદ્યાર્થીઓને તેમના ગ્રેડ મુજબ અલગ-અલગ સમયગાળા માટે સજા ફટકારવામાં આવી છે, જેથી અન્ય વિદ્યાર્થીઓને દાખલો બેસાડી શકાય. રેગિંગમાં સામેલ બીજા વર્ષના વિદ્યાર્થીઓને ૬ મહિના માટે હોસ્ટેલમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જ્યારે, આ કૃત્યમાં સંડોવાયેલા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી બરતરફ (રસ્ટિકેટ) કરવામાં આવ્યા છે.કોલેજ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે કે આ તમામ સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી દૂર કરવામાં આવ્યા છે, પરંતુ તેમનું શિક્ષણકાર્ય ન બગડે તે માટે તેમને કોલેજમાં અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, રેગિંગ વિરોધી કાયદાનું કડકપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે.

Related Posts