દર મહિને પાલિતાણામાં યોજાતાં નેત્રયજ્ઞનો લાભ સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં છે. શ્રી સતુઆ બાબા આશ્રમમાં સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી સેવાકીય આયોજન થતું રહ્યું છે.
આંખની વિવિધ બીમારીઓ માટે પાલિતાણામાં દર મહિને યોજાતાં નેત્રયજ્ઞનો લાભ આ પંથકનાં ગામોનાં સેંકડો દર્દીઓ લેતાં રહ્યાં છે.
શ્રી કાશી વિશ્વનાથ સતુઆ બાબા સંસ્થાનાં અગ્રણી શ્રી ગિરીશભાઈ ગોધાણીએ જણાવ્યાં મુજબ આ રવિવારે યોજાયેલ નેત્રયજ્ઞમાં અઢીસોથી વધુ દર્દીઓએ લાભ લીધો છે.
શ્રી સતુઆ બાબા આશ્રમમાં સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી સેવાકીય આયોજન થતું રહ્યું છે, જે માનવસેવાનાં આ આયોજનમાં તબીબ શ્રી કીર્તિભાઈ દોશી તથા શ્રી હરજીભાઈ ઘેલાણી અગ્રણીઓ શ્રી ઘનશ્યામભાઈ શિહોરા, શ્રી કાળુભાઈ કાકડિયા, શ્રી પ્રાગજીભાઈ કાકડિયા, શ્રી વિજયભાઈ ગોટી, શ્રી નિલેશભાઈ લાખાણી, શ્રી લવજીભાઈ પટેલ, શ્રી ગોરધનભાઈ બલર, શ્રી નાનુભાઈ ડાખરા વગેરે જોડાયેલાં રહ્યાં છે.
દર મહિને છેલ્લાં રવિવારે યોજાતાં અને આજ સુધીમાં એટલે રવિવાર તા.૨૭ સુધીમાં ૧૭૧ નેત્રયજ્ઞ યોજાઈ ગયાં જેનો લાભ અસંખ્ય દર્દીઓને મળ્યો છે.
આ નેત્રયજ્ઞમાં દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં મોતિયો શસ્ત્રક્રિયા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. ઝામર કે વેલ જેવી બિમારીમાં સંસ્થા સહયોગ કરે છે અને વિનામૂલ્યે લાભ મળે છે. અહીંયા દર્દીઓને તપાસ દરમિયાન ભોજન વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવે છે.
Recent Comments