ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી તેમજ રાજ્ય સરકારના ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર
મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમલી યુવા આપદા મિત્ર સ્કીમ અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના
વાળુકડ ખાતે એન.સી.સી. સ્વયંસેવકો માટે સાત દિવસીય તાલીમનું આયોજન (તા-૨૧/૧૨/૨૦૨૫ થી
૨૭/૧૨/૨૦૨૫) દરમિયાન કરવામાં આવેલ છે. આ તાલીમનું ઉદ્દઘાટન એનસીસીના કમા. ઓફિસર કર્નલ શ્રી વી.
આર. દીક્ષિત તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડી.પી.ઓ. ડિમ્પલ તેરૈયા દ્વારા થયેલ હતું.
આ તાલીમ અંતર્ગત તા. ૨૪/૧૨/૨૦૨૫ ના આ કાર્યક્રમમાં યુવા આપદામિત્ર સ્કીમના સ્ટેટ નોડલ ઓફિસર
અને નિયામકશ્રી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના શ્રી અંકિતા પરમાર અને પાલીતાણા મામલદાર શ્રી
અર્જુનસિંહ ડોડીયા દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી. જેમાં નિયામકશ્રી દ્વારા તાલીમાર્થીઓની રહેઠાણ, ભોજન અને
તાલીમ કેમ્પની ચકાસણી કરવામાં આવેલ હતી.
આ ઉપરાંત સાત દિવસીય દરમિયાન તાલીમમાં માસ્ટર ટ્રેઇનર ઉપરાંત વિવિધ સરકારી વિભાગો જેવા કે,
ફાયર, 108 અને રેડક્રોસ, નિરમા, સુમિટીમો જેવી સંસ્થા અને ઇન્ડસ્ટ્રીઓ દ્વારા ગેસ્ટ લેક્ચર લઈ એન.સી.સી.ના
સ્વયંસેવકોને આપદાઓથી માહિતગાર કરવામાં આવે છે. આ તાલીમ પૂર્ણ થયે એન.સી.સી. ના વિદ્યાર્થીઓને
પ્રમાણપત્ર અને આઈકાર્ડ આપી અત્રેના જિલ્લાના યુવા આપદામીત્ર તરીકે તૈયાર કરવામાં આવશે.


















Recent Comments