fbpx
અમરેલી

અમરેલી અને ભાવનગર ડેપો ની અનેક એસ ટી બસો ચાલે છે તેમાંથી અમુક રૂટ ને વાયા લાઠી-દામનગર-ભુરખિયા સવાર સાંજ ડાયવર્ડ કરી યાત્રિકો ને રાહત રૂપ બની શકે

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિય હનુમાનજી મંદિર આવતા હજારો દર્શનાર્થીઓ માટે એસ ટી વિભાગે રાહત રૂપ બનવા અમરેલી – ભાવનગર હાઇવે ઉપર રાજકોટ – ભાવનગર હાઇવે રોડ ઉપર થી અમરેલી ભાવનગર રાજકોટ  એમ ત્રણ ડેપો ની અનેક એસ ટી પસાર થાય છે આ એસ ટી રૂટ ની એક બે એસ ટી બસો નજીવા અંતરે આવેલ વાયા દામનગર યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર તરફ સવાર સાંજ એક બે એસ ટી ચલાવાય તો હજારો યાત્રિકો માટે એસ ટી તંત્ર રાહત રૂપ બની શકે છે દૂરસદુર આવતા અસંખ્ય યાત્રિકો ને અમરેલી -ભાવનગર – રાજકોટ-ભાવનગર હાઇવે થી નજીવા અંતરે માત્ર એક બે એસ ટી ચલાવાય તો હાઇવે થી લાઠી માત્ર ૯ કિમિ ઢસા થી દામનગર ૧૦ કિમિ થાય અમરેલી તરફ થી ભાવનગર તરફ જતી એસ ટી અને રણકોટ થી ભાવનગર તરફ જતી એસ ટી ને માત્ર ૯ કિમિ વાયા લાઠી- દામનગર-ભુરખિયા- ધ્રુફણીયા- ઉમરડા રૂટ ઉપર ચલાવાય તો હજારો યાત્રિકો ને લાભ થઈ શકે છે એસ ટી સેવા છેવાડા ના ગામડા સુધી નિરંતર પહોંચે આમ સામાન્ય વ્યક્તિ ઓને પરિવહન સેવા મળતી રહે તે માટે યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ને સાંકળી રૂટ ચલાવાય તો યાત્રિકો દર્શનાર્થીઓ માટે આશીર્વાદ નીવડી શકે 

Follow Me:

Related Posts