દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે ચૈત્રી પૂનમ હનુમાનજી ની જન્મ જ્યંતી એ યોજાતા મેળા માં જૂનાગઢ જિલ્લા ના મેંદરડા સ્થિત શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ ના આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો શ્રી દાદા ના દરબાર માં આવતા ભારે આકર્ષણ નું કેન્દ્ર બન્યા આબેહૂબ હનુમાનજી ની અલ્પાકૃતિ ધરાવતા અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ને કોઈ નાની મોટી આર્થિક મદદ મળે તેવી ઉજળી આશા એ પધારતા સમગ્ર ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા સહાનુભૂતિ દર્શાવી મંદિર ના દાર્શનિક પ્રવેશદ્વાર માં સ્ટોલ નાખી દર્શનાર્થીઓની લાઈન પાસે જ પસાર થતા હજારો શ્રધ્ધાળુ ભાવિકો માટે દયાપાત્ર બનતા અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ને દર્શનાર્થીઓ દ્વારા ફૂલ નહિ પાંખડી રૂપે નાની મોટી આર્થિક મદદ કરી રહ્યા હતા અતિ મહત્વ ની વાત તો એ છે કે આ સંસ્થા ના સંચાલક કોશિકભાઈ જોશી ચો પગા પશુ માફક ચાલે છે અતિ ગંભીર વિકલાંગ હોવા છતાં અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સેવા લાલન પાલન કરે છે ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે “હમ ઉન્નતિ કી આશ રખતે હૈ ઠોકરે મે ભી સર પે તાજ રખતે હૈ હમ મુઠી મે આજ રખતે હૈ” બીજા ને ઉપીયોગી થવા ની ઉદત ભાવના સાથે મેંદરડા ના સમઠીયાળા થી દાદા ના દરબાર માં આવેલ શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ ના આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ ને ઘણા કુતહુલ વશ નિહાળી ઈશ્વર ની રચના જોઈ અંતર શુદ્ધિ થી નાની મોટી મદદ કરી રહ્યા હતા અને સંસ્થા ના સંચાલક ખુદ અતિ ગંભીર પ્રકાર ના વિકલાંગ હોવા છતાં આવા અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સેવા નિહાળી ઈશ્વર નું અસ્તવિત દરેક જગ્યા હોવા નો ભાસ વ્યક્ત કરી રહ્યા હતા
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં દયાપાત્ર બનતા શ્રી એજ્યુકેશન ટ્રસ્ટ ના આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો












Recent Comments