અમરેલી

સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવેલ હોસ્પિટલ વિસ્તારમાં ગટરના ગંદા પાણી જાહેર રોડ પર ફેલાતાં અહીંથી પસાર થતાં લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા

સાવરકુંડલા શહેરના પોશ એરિયા કે જ્યાં અનેક હોસ્પિટલો આવેલ છે તે વિસ્તારમાં આવેલ ડો. રાવળ સાહેબ ઓર્થોપેડિક હોસ્પિટલ પાસે છેલ્લા એકાદ અઠવાડિયાથી વધુ સમયથી ગટરનું ગંદુ પાણી જાહેર રોડ ઉપર ફેલાઈ રહ્યું છે. આ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર ફેલાતાં હોય લોકોના આરોગ્ય પર તેની ગંભીર અસર પડી શકે છે. તો નગરપાલિકા તંત્ર દ્વારા આ સંદર્ભે વહેલી તકે યુધ્ધના ધોરણે આ ઉભરાતી ગટરની સમસ્યા હલ કરવા માટે લોકોની માંગ સાથે વિનંતી પણ છે

Related Posts