ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ખેડાના સેવાલિયા પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કાર, મોબાઈલ સહિત ૭ લાખ ૧૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે કારચાલક સહિત અન્ય એકની ધરપકડ કરી છે.
ખેડાના સેવાલિયા પોલીસે ૫૦ કિલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો, ૨ આરોપીની ધરપકડ કરાઈ

Recent Comments