બોલિવૂડ

શાહિદ કપૂર અને કરીના કપૂર જયપુર ખાતેની એક ઇવેન્ટમાં એકબીજાને ભેટયા

બૉલીવુડ સ્ટાર્સ શાહીદ કપૂર અને કરીના કપૂર રાજસ્થાનના જયપુર ખાતે એક ઇવેન્ટમાં એકબીજાને ભેટયા હતા. તેમની આ તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ તેમના પ્રશંસકો ઉત્સાહમાં આવી ગયા છે. તેમણે આ પળને મોમેન્ટ ઓફ ધ યર ગણાવી છે.

શાહિદ અને કરીના જયપુરની એક ઇવેન્ટમાં સાથે સ્ટેજ પર જાેવા મળ્યા હતા. કરીનાએ સ્ટેજ પર આવીને ત્યાં હાજર રહેલાનું અભિવાદન કર્યું હતું તેમજ સ્ટેજ પર હાજર રહેલા લોકોને ભેટી હતી. શાહિદ કપૂર પણ સ્ટેજ પર હોવાથી તે તેને ભેટી હતી તેમજ તેની સાથે વાતચીત પણ કરી હતી. કરીના અને શાહિદના પ્રશંસકો ઉત્સાહ અને આનંદમાં ઘેલા થઇ ગયા છે. હવે તેમને સિલ્વર સ્ક્રીન પર ફરી સાથે જાેવાની આશા જાગી છે. તેમણે તેઓ ફરી સાથે એક ફિલ્મમાં અભિનય કરતા જાેવા મળે તેવી માંગણી પણ કરી છે.

Follow Me:

Related Posts