અમરેલી

ગારીયાધાર – મણિનગર બસ પુનઃ શરૂ થતાં શાખપુર સરપંચ ખુમાણે મીડિયા નો આભાર માન્યો

દામનગર ગારીયાધાર ડેપોની ગારીયાધાર મણિનગર બસ બંધ થતા શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે ગારીયાધાર ડેપોમાં જો બસ રૂટ બંધ કરેલ છે તે શરૂ નહીં થાય તો 24 કલાકના ઉપવાસ ગારીયાધાર ડેપો ખાતે કરશે તેવી રજૂઆત કરવામાં આવી હતી પણ પ્રેસ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા અને તંત્રના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક ધોરણે ગારીયાધાર મણિનગર બસ નો રૂટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલ છે જેથી સરપંચશ્રીએ ગુજરાત રાજ્ય વાહન પરિવહન નિગમના અધિકારીશ્રીઓનો આભાર માની આ પ્રશ્ન હલ થતાં ગારીયાધાર ડેપો ખાતેના ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ બંધ રાખેલ છે જેથી એસટીના ઉચ્ચ અધિકારીઓ અને પ્રેસ મીડિયાના પત્રકાર નો ખુબ ખુબ આભાર માનેલ છે

Related Posts