અમરેલી

શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા એન્ટીબાયોટિક્સના વધારે ઉપયોગથી વધતા રેસિસ્ટન્સના ખતરાને અટકાવવા AMR જનજાગૃતિ સપ્તાહનું કરાયું આયોજન

શ્રીમતી શાંતાબેન ગરીભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે
એન્ટી માઈક્રોબિયલ રેસિસ્ટન્સ (AMR) વિષે જનજાગૃતિ ફેલાવવા માટે શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા
AMR જનજાગૃતિ સપ્તાહનું સફળ આયોજન કરવામાં આવ્યું.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દર વર્ષે AMR જનજાગૃતિ સપ્તાહનું આયોજન કરે છે, જેથી
એન્ટીબાયોટિક્સનો અતિરેક અને ખોટો ઉપયોગ કારણે ઉભા થનાર જીવલેણ જોખમોની જાણકારી સમાજ
સુધી પહોંચાડવામાં આવે. AMR એ એવી સ્થિતિ છે જેમાં બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ દવાઓ સામે
પ્રતિરોધક (રેસિસ્ટન્ટ) બની જાય છે, જેના કારણે સામાન્ય ઇન્ફેક્શનનો ઉપચાર મુશ્કેલ બની શકે છે.
ભવિષ્યમાં અસરકારક દવાઓ ઉપલબ્ધ રહે અને સરળ ઇન્ફેક્શન જીવલેણ ન બને તે માટે AMR અંગે
જનજાગૃતિ અત્યંત મહત્વપૂર્ણ છે.
AMR વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે 22 નવેમ્બરનાં રોજ શાંતાબા મેડિકલ કોલેજનાં 200થી વધુ
તબીબી વિદ્યાર્થીઓએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી હતી. રેલી મારફતે જનતા વચ્ચે AMR ના
વધતા જોખમો અને જવાબદાર એન્ટીબાયોટિક ઉપયોગ વિશે પ્રબોધન કરવામાં આવ્યું.
સપ્તાહ દરમ્યાન કોલેજમાં AMR વિષયક નિષ્ણાતોના વ્યાખ્યાન, ક્વિઝ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા અને નાટક
જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સમાજને
સલામત દવા-વપરાશનો સંદેશ પહોંચાડ્યો.
આ સમગ્ર કાર્યક્રમ ડીન શ્રી ડૉ. અશોકકુમાર રામાનુજ, તબીબી અધિક્ષક શ્રી ડૉ. આર. એમ. જીતિયા,
માઈક્રોબાયોલોજી વિભાગના વડા તથા ફેકલ્ટી સભ્યો તેમજ મેનેજમેન્ટના સક્રિય માર્ગદર્શન અને સહકારથી
સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Related Posts