બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના પર ગુરુવારે દેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા ગયા વર્ષે થયેલા સામૂહિક બળવાના સંદર્ભમાં માનવતા વિરુદ્ધના ગુનાના કેસમાં ઔપચારિક રીતે આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં સેંકડો વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા.
ન્યાયાધીશ ગોલામ મોર્તુઝા મોઝુમદારની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની પેનલે હસીના, ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન અને ભૂતપૂર્વ પોલીસ વડા ચૌધરી અબ્દુલ્લા અલ-મામુન પર પાંચ આરોપો મૂક્યા હતા. હસીના અને ખાન પર તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવામાં આવી રહ્યો છે.
ટ્રિબ્યુનલે ૫ જૂનના રોજ ટ્રાયલ શરૂ કરી હતી અને હસીનાને તેની સમક્ષ હાજર થવા કહ્યું હતું. અધિકારીઓએ ભારતમાં નિર્વાસિત હસીના અને ખાનને ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થવા માટે અખબારમાં જાહેરાતો પ્રકાશિત કરી હતી. ગયા વર્ષે તેમની અવામી લીગ સરકાર ઉથલાવી દેવામાં આવ્યા બાદ હસીના ૫ ઓગસ્ટના રોજ ભારત ભાગી ગઈ હતી.
શેખ હસીનાને ૬ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી
ગયા અઠવાડિયે, આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ૈંઝ્ર્) દ્વારા કોર્ટના તિરસ્કારના કેસમાં હસીનાને ગેરહાજરીમાં છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં પદ છોડ્યા પછી ૭૭ વર્ષીય આવામી લીગ નેતાને કોઈપણ કેસમાં સજા ફટકારવામાં આવી હોય તેવું આ પહેલી વાર બન્યું છે.
યુએનના અધિકાર કાર્યાલયના અહેવાલ મુજબ, ગયા વર્ષે ૧૫ જુલાઈથી ૧૫ ઓગસ્ટ દરમિયાન હસીનાની સરકારે વિરોધીઓ પર સુરક્ષા કાર્યવાહીનો આદેશ આપ્યો હતો, જેના કારણે ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા.
ગયા વર્ષે બળવાને કાબુમાં લેવા માટે ક્રૂર કાર્યવાહી માટે વચગાળાની સરકારે ટ્રાયલ શરૂ કરી હતી, જેના કારણે આવામી લીગના મોટાભાગના નેતાઓ અને મંત્રીઓ અને ભૂતકાળના શાસનના ઘણા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અથવા તેઓ દેશ-વિદેશમાં ફરાર હતા, જેના કારણે ૫ ઓગસ્ટે લગભગ ૧૬ વર્ષના આવામી લીગ શાસનનો અંત આવ્યો અને હસીનાને દેશ છોડીને ભારત જવાની ફરજ પડી, મીડિયા સૂત્રો અહેવાલ આપે છે.
Recent Comments