અમરેલી

શેલણા ગામ બનશે આદર્શગામ ₹80 લાખનો આઇકોનિક રોડ, ₹30 લાખનું તળાવ અને ₹20 લાખગ્રામપંચાયતના વિકાસના જુદા જુદા કામોનુ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હસ્તે કરવામા આવ્યુ

સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે ગ્રામ વિકાસને નવી દિશા આપતા કુલ ₹1.30 કરોડના વિવિધ
વિકાસ કાર્યોનું ધારાસભ્યશ્રીએ મહેશભાઈ કસવાલાએ ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું. આ વિકાસ કાર્યો
થકી ગામની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાનો છે.
આ પ્રસંગે ₹80 લાખના ખર્ચે આઇકોનિક રોડ, ₹30 લાખના ખર્ચે તળાવના વિકાસ કાર્ય, તેમજ ₹20
લાખના ખર્ચે ગ્રામપંચાયતના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વિકાસ યોજનાઓ પૂર્ણ થતા શેલણા ગામમાં માર્ગ સુવિધા, જળસંગ્રહ તેમજ ગ્રામ્ય સુવિધાઓમાં
વ્યાપક સુધારો થવાની સાથે ગ્રામજનોના જીવનસ્તરમાં વધારો થશે. ગ્રામ વિકાસને પ્રાધાન્ય આપતી આ
કામગીરીથી શેલણા ગામ વિકાસના નવા માર્ગે આગળ વધશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts