ભાવનગર

શિશુ શિક્ષા નિકેતન પ્રા.શાળા (અલંગ)ની ખેલ મહાકુંભ કરાટેમાં અલૌકિક સિદ્ધિ – 5 વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષા માટે સિલેક્ટ 

તાજેતર માં ભાવનગર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાએ યોજાયેલ કરાટે ટૂર્નામેન્ટમાં શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડિયા) દ્વારા સંચાલિત શિશુ શિક્ષા નિકેતન પ્રા.શાળા, અલંગ ના વિદ્યાર્થીઓ એ અલગ _અલગ વજન અને ઉંમર કેટેગરીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ. જેમા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 2 વિદ્યાર્થીઓ એ પ્રથમ અને 3 વિદ્યાર્થીઓ એ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષા માટે પસંદગી પામેલ છે. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ એ પણ નોંધપાત્ર પ્રદર્શન કરેલ. વિદ્યાર્થીઓ ની આ નોંધ પૂર્વક સિદ્ધિ બદલ શાળા ના આચાર્ય, કરાટે શિક્ષક, શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડિયા) ના પ્રમુખ, ઉપપ્રમુખ તથા તમામ સભ્યો તેમજ જે સંસ્થા દ્વારા બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તે સંસ્થા (મૃદા હાર્ટ એન્ડ સોઇલ ફાઉન્ડેશન)ના તમામ સભ્યો તેમજ શાળાના શિક્ષક ગણ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ

💐
💐
🥋
🥋

Related Posts