ભાવનગર

શિશુવિહાર અને સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડની આરોગ્ય શિબિરો વિદ્યાર્થી માટે આશીર્વાદ રૂપ બની રહી છે

ભાવનગર સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડની સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાની 65 શાળામાં પ્રથમ શૈક્ષણિક સત્ર થી પ્રારંભાયેલ આરોગ્ય શિબિર અંતર્ગત ધોરણ ચાર થી આઠ માં અભ્યાસ કરતા 1626 વિદ્યાર્થીઓની આંખ તપાસ તથા 1742 વિદ્યાર્થીનીઓની હિમોગ્લોબિન તપાસનુ કાર્ય પૂર્ણ થયું છે. શિશુવિહાર ની આરોગ્ય ટીમ દ્વારા શિબિર ક્રમાંક 458 થી 490 દરમિયાન 3368 વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા છે… જે નોંધનીય બને છે ગુજરાત અંતઃત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ તમામ જરૂરિયાતમંદ બાળકોને નંબર અનુસાર ચશ્મા તેમજ સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ૧૦ થી ઓછું હિમોગ્લોબિન ધરાવતા વિદ્યાર્થીનીઓને આયર્ન ટેબલેટ આપવામાં આવી હતી 

ગરીબી વરસાદ કોઈ બાળક શિક્ષણ કે આરોગ્ય સુવિધાથી વંચિત ન રહે તે દિશાના વર્ષ 2009 થી અવિરત પ્રયત્નો અને કુલ 1507 સીબીરો થકી 53,391 વિદ્યાર્થીઓની આ તપાસ થતાં 37,457 બાળકોને  જરૂરિયાત મુજબ નંબરના ચશ્મા આપ્યા છે તેમ 17,3004 વિદ્યાર્થીનીઓને લોહીમાં હિમોગ્લોબિન તપાસ અને 9,708 વિદ્યાર્થીનીઓને જરૂરી સારવાર  અને દવા આપી છે… જે ભાવનગરની સેવા સંસ્થા માટે ગૌરવ રૂપ બને છે ડૉ.છાયાબેન રાણીંગા, ડૉ અભિલાષાબેન સોનપાલ તેમજ સિસુવેર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિના મેનેજર શ્રી અનિલભાઈ બોરીચાના સહયોગ થી યોજાયેલ સેવા યજ્ઞના સમાપને સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડના સીએસઆર હેડ શ્રી વનરાજસિંહ ચાવડા દ્વારા શિક્ષણ સમિતિના શિક્ષકો ને સ્વાસ્થ્ય સાધનોનું વિતરણ થયું હતું

Related Posts