ભાવનગર

શિવકુંજ આશ્રમ અધેવાડા ભાવનગર ખાતે દત્ત જયંતિ ની ખૂબ જ દિવ્ય રીતે થયેલી ઉજવણી

“સદવિચારોનું સર્જન સદવૃત્તિનું પોષણ અને દુર્ગુણ દુવૃતિ અને અહંકાર દૂર કરવાની ત્રિમુખી પ્રતિભા એટલે ભગવાન દત્તાત્રેય -પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુભાવનગરની ભાગોળે બિરાજતા ભવનાથ મહાદેવ ,ભુરખીયા હનુમાનજી અને સિદ્ધિવિનાયક દેવના પવિત્ર શિવકુંજ ધામ ખાતે પૂજ્ય સીતારામ બાપુના સાનિધ્યમાં માગશર સુદ પૂર્ણિમા એટલે દત્તાત્રેય જયંતીની ઉજવણી ખૂબ જ ભાવથી કરવામાં આવી હતી આ પ્રસંગે વિશાળ જન સમુદાયને આશિ ર્વાદ આપતા પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે ત્રિદેવની કૃપાથી પ્રભુ કાર્ય કરવા પધારેલા અત્રિના સંતાન તે આત્રેય એટલે ભગવાન દત્તાત્રેય : સતી અનસુયાનાસતીત્વના પ્રતાપે બાળક બનીને ત્રિદેવો ફરીથી દેવીઓના મૂળ સ્વરૂપે સોંપવામાં આવ્યા તે સંયુક્ત સ્વરૂપે અંસાવતા દત્તા તે રીતે પ્રગટ્યા તે અનસુયા પુત્રનો પ્રાગટ્ય દિન એટલે માગસર શુક્લ પૂર્ણિમા.

સંસ્કાર વગરની સંપત્તિ,ભક્તિ વિનાનું , શિલ વગરની શૂરવીરતા સફળ થતી નથી.ભારતની સનાતન સંસ્કૃતિના પ્રેરણા સ્વરૂપ નર અને નારી રત્નો જન્મ્યા છે કે જેમના જીવન પરથી માનવ જીવનમાં સંસ્કાર, શિલ , નીતિ  જેવા ગુણોનું મૂલ્ય સમજી સાચા જીવન ઘડતરની પ્રેરણા મળે છે.”માનવા : ખલુ ઉત્સવ પ્રિયા : ”  એ ઉક્તિ મુજબ માણસોને ઉત્સવ પ્રીય હોય છે માનવ જીવનમાં ઉત્સવ એ ઊર્જાની સાથે સાથે આનંદ અને જીવનની સાચી દિશા બતાવે છે. આરોગ્ય દ્વારા શરીર તંદુરસ્ત રહે તેવા ભોજન ઉત્સવ મુજબ બનાવવાનો સંકેત મળે છે . ઉત્સવ દ્વારા રોજિંદા શુષ્ક જીવન વ્યવહારમાં બોજા તળે દબાયેલા જીવનને ખુલ્લું આકાશ સાંપડે છે અને મુક્ત શ્વાસ નો અહેસાસ મળે છે.શ્રીમદ ભગવદ ગીતામાં પ્રભુશ્રી કૃષ્ણ એ વિભુતિ યોગમાં “માસા નાં માર્ગશિર્ષોહમ ” કહિને માગશર માસનો મહિમા વર્ણવ્યો છે આ માસમાં અન્નપૂર્ણા વ્રત, ગીતા જયંતી અને દત્ત જયંતી જેવા ઉત્સવો એ તેનું મહત્વ દર્શાવે છે.આવી સુંદર વાતથી પૂ. બાપૂએ દત્તબાવની – હનુમાન ચાલીસાના ગાન સાથે શિવકુંજ પરિવારના સભ્યોની વિશાળ સંખ્યાએ વાતાવરણ દિવ્ય બનાવ્યું હતું,પૂ. સંતશ્રી રામેશ્વરાનંદજી અને પૂ. સંતશ્રી વરુણાનંદજીએ સૌને સ્તુતિગાનથી લાભાન્વિત કર્યા હતા .આગામી સપ્ટેમ્બર માસમાં અયોધ્યા ખાતે યોજાનાર પૂ. બાપૂની ભાગવત કથા અંગે સૌને અવગત કરાયા હતા.

Related Posts