અમરેલી

શિવકુંજ આશ્રમ ગુરુપૂર્ણિમા સંસ્કૃતિ સાથે પ્રકૃતિની  વંદના

જાળિયા શ્રી શિવકુંજ આશ્રમમાં ગુરૂપૂજન, સંકીર્તન અને પ્રસાદ લાભમાં જોડાયાં ભાવિકો

જાળિયા ગુરુવાર તા.૧૦-૭-૨૦૨૫

ગુરુપૂર્ણિમા પર્વે જાળિયા શ્રી શિવકુંજ આશ્રમમાં સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ પ્રેરક સંદેશો પૂરો પાડ્યો છે. અહીંયા ગુરૂપૂજન, સંકીર્તન અને પ્રસાદ લાભમાં ભાવિકો જોડાયાં.

સનાતન પર્વ ગુરુપૂનમ પ્રસંગે ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રી ગોપાલગીરીબાપુની પૂજન વંદના કરવામાં આવી અને ભાવ ભક્તિ અને ઉત્સાહથી ઉજવણી થઈ.

વર્ષભર સત્સંગ અને સદ્પ્રવૃત્તિ સાથે સમાજસેવાનું કાર્ય જ્યાં થઈ રહ્યું છે તે શ્રી શિવકુંજ આશ્રમમાં સંસ્કૃતિ સાથે પ્રકૃતિની વંદના કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ પ્રેરક સંદેશો પૂરો પાડ્યો છે. ગુરુપૂર્ણિમા પર્વે ગુરુ પૂજન વિધિ સાથે જ છોડ પ્રકૃતિ પૂજન પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે માટે પ્રતિક પૂજન જ નહી પરંતુ વિવિધ સ્થાનોમાં કથા પારાયણ અને કાર્યક્રમો દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજી સત્સંગ સાથે વ્યાપક વૃક્ષારોપણ અભિયાન પણ ચલાવી રહ્યાં છે.

ગુરુપુનમનાં પર્વે અહીંયા સ્થાનિક ઉપરાંત દૂરસુદુરથી આશ્રમ પરિવાર ભાવિકો ગુરૂપૂજન, સંકીર્તન અને પ્રસાદ લાભમાં જોડાયાં.

Related Posts