અમરેલી

શિવકુંજ આશ્રમ જાળિયા શ્રાવણ માસ યજ્ઞ પ્રારંભ

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો

શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ભાવિકોની ઉપસ્થિતિમાં વિવિધ આયોજનો

જાળિયા શુક્રવાર તા.૨૫-૭-૨૦૨૫

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ભાવિકોની ઉપસ્થિતિમાં વિવિધ આયોજનો થયાં છે.

ગોહિલવાડનાં જાણીતા શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞનો પ્રારંભ થયો છે. શ્રી વિશ્વાનંદ માતાજી સાથે શ્રી હબીબ માડી અને ભૂદેવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પૂજન સાથે શ્રી મહારુદ્રયાગ પ્રારંભ થયો છે.

શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ભાવિકોની ઉપસ્થિતિમાં આશ્રમ પરિવારનાં સંકલન સાથે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક આયોજનો થયાં છે. આચાર્ય શ્રી અનંતભાઈ વ્યાસ અને ભૂદેવો દ્વારા શ્રી શિવકુંજ આશ્રમ શ્રી સોમનાથ મહાદેવ સમીપે યજ્ઞ પૂજન વંદના થઈ રહેલ છે.

Related Posts