સુરતમાં બની ચોંકાવનારી ઘટના, ૧૬ વર્ષની વિદ્યાર્થિનીએ ૧૬ વર્ષના યુવકના સંપર્કમાં આવીને દુષ્કર્મ ઘટના બની હતી. સુરતમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં મળી આવેલી નવજાત બાળકીના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ૧૬ વર્ષની એક કિશોરીએ યુટ્યુબ વીડિયો પરની માહિતીના આધારે બાથરૂમમાં જાતે ગર્ભપાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ કિશોરી ૧૬ વર્ષીય એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે કિશોરીને રૂમમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે કિશોરી ગર્ભવતી થઈ ગઈ હતી. યુટ્યુબ પરથી મળેલી માહિતીને આધારે કિશોરીએ બાથરૂમમાં ગર્ભપાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો અને કિશોરીએ બાળકીને જન્મ આપીને કચરામાં ફેંકી દીધી હતી. પોલીસે આ મામલે યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આ ઘટના સમાજ માટે એક ચેતવણીરૂપ છે. યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી માહિતીને બિનશરતી સ્વીકારવી જાેઈએ નહીં. આવી માહિતી જીવન માટે જાેખમી સાબિત થઈ શકે છે. આ ઘટનાએ સમાજમાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. પોલીસે આગળની યોગ્ય તપાસ હાથ ધરી છે.
Recent Comments