ભાવનગર સ્વ શાંતિલાલ એમ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સતત ૧૦માં વર્ષે ચપલ વિતરણ

ભાવનગર સ્વ શાંતિલાલ એમ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સતત ૧૦માં વર્ષે ચપલ વિતરણ ઉનાળાની ઋતુના પ્રારંભે જરૂરિયાતમંદ શ્રમિકોને પગરખા નું વિતરણ થાય તેની કાળજી લેતા શ્રી ઉષાબેન ચંદ્રવદનભાઈ શાહ પરિવાર તરફથી સતત દસમા વર્ષે શ્રમિકોને પગરખા નું વિતરણ કરવામાં આવ્યું. ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે તારીખ ૨૨ ના રોજ યોજાયેલ જાગ્રતવાલી કાર્યક્રમમાં પધારેલ ૩૦૦ માતાઓ અને બહેનોને જરૂરિયાત અનુસાર પગરખા વિતરણ થયું હતું.
ડાકોર સ્થિત અશકતાશ્રમ ના સંચાલક પુનિતભાઈ ખંભોળજાના વિશેષ સહકારથી યોજાયેલ કાર્યક્રમમાં આમંત્રિત નાગરિકોને જાણીતા સેવાભાવી તબીબ શ્રી દિપ્તીબેન આનંદભાઈ શાહ તેમજ સંસ્થા ના પ્રમુખ શ્રી રાજેન્દ્ર ભાઈ દવે , શ્રી જયંતભાઈ વનાણી , શ્રી શબનમ બહેન કપાસી ના વરદ હસ્તે સહાય નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથોસાથ બહેનોને માર્ગદર્શન પણ આપવામાં આવેલ.ભાવનગરના શ્રમિક પરિવારોની છેલ્લા દસ વર્ષથી કાળજી લેતા શ્રી ઉષાબેન ચંદ્રવદન શાહ પરિવારનો સંસ્થા આભાર માને છે..
Recent Comments