બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ‘નાં શૂટિંગમાં સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોને કારણે વિલંબ થયો હતો. હવે આગામી તા. ૧૮મી મેથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે એવી ચર્ચા છે.
અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાનાની કેરિયર આગળ વધારવા માટે આ ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મમાં દીપિકા પદુકોણ સુહાનાની માતાના ટૂંકા રોલમાં જાેવા મળશે. જાેકે, દીપિકા આગામી ઓક્ટોબરમાં તેના પાર્ટનું શૂટિંગ શરુ કરશે તેમ જાણવા મળે છે.
શાહરૂખનો પહેલાંથી આગ્રહ હતો કે તેની સાથે ફિલ્મમાં દીપિકા પદુકોણ હોવી જાેઇએ. પરંતુ શરૂઆતના દિવસોમાં દીપિકા અને ફિલ્મ ‘કિંગ‘ના શિેડયુલની તારીખોનો મેળ પડતો નહોતો. જાેકે, છેવટે ફિલ્મનાં શૂટિંગંમાં જ વિલંબ થતાં દીપિકાની એન્ટ્રી શક્ય બની છે. રસપ્રદ વાત તો એ છે કે અભિષેક બચ્ચન આ ફિલ્માં નકારાત્મક રોલમાં જાેવા મળવાનો છે.
આગામી તા. ૧૮મી મેથી શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ નું શૂટિંગ શરુ થવાણી શક્યતાઓ

Recent Comments