અમરેલી

શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ સાવરકુંડલામાં શ્રધ્ધા સુમન કાર્યક્રમ

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ કનુભાઈ કેડિયાના ધર્મ પત્ની મંગળાબેનનુ તારીખ ૧૮-૧૨-૨૫ ના રોજ દુઃખદ અવસાન નિમિત્તે શાળામાં શ્રદ્ધા સુમન કાર્યક્રમ યોજાયેલ જેમાં પ્રાર્થના હોલમાં ગીતાના ૧૫ માં અધ્યાયનું પઠન તેમજ ભજનો દ્વારા આત્માનું પરમાત્મા તરફ ગમન થતા એ સદગત આત્માને ભગવાન મોક્ષપ્રદાન કરે તે હેતુસર શાળાના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા તેમજ સુપરવાઇઝર નીતા બહેને શ્રદ્ધાંજલિ પાઠવેલ સાથોસાથ સમગ્ર શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીની બહેનોએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન ધારણ કરવામાં આવેલ અને ભગવાન સદગત આત્માને શાંતિ અર્પે એ કામના કરવામાં આવેલ.

Related Posts