ભાવનગર

પાલિતાણા ખાતે “સ્વચ્છતા હી સેવા” અભિયાનની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા માટે શ્રમદાન યોજાયું

સ્વચ્છોત્સવ – ‘‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’’ની ઉજવણી માટે ભારત સરકાર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ માટે એક
સમયપત્રક નિયત કરવામાં આવેલ છે. તા.૨૫ સપ્ટેમ્બર,૨૦૨૫ના રોજ સફાઈમિત્ર સુરક્ષા શિબિર તથા ‘‘એક દિવસ,
એક કલાક, એક સાથે – સ્વચ્છતા માટે શ્રમદાન’’ ની ઉજવણી નિયત કરવામાં આવેલ હતી. સફાઈમિત્ર સુરક્ષા
શિબિરમાં નગરપાલિકાના સફાઈ કર્મચારી/કામદારોની મફત આરોગ્ય ચકાસણી તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓ
સાથે સફાઈ કામદારો તેમજ તેમના આશ્રીતોને જોડવા તથા સુરક્ષાલક્ષી ઉપકરણોનું વિતરણ કરવાનું હોય છે તથા
સ્વચ્છતા શ્રમદાન માટે અધિકારીઓ/પદાધિકારીઓ તેમજ સામાજીક સંસ્થાઓ, સ્થાનિક મહાનુભાવો અને બ્રાંડ
એમ્બેસેડર, સ્થાનિક નાગરિકો, સોશિયલ મીડિયા ઈન્ફ્લુંએન્સર વિગેરેને એક સાથે સ્વચ્છતા માટે જોડવાના હોય છે.
સ્વચ્છોત્સવ – “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાનના ભાગરૂપે તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિવસ પર
પ્રાદેશિક કમિશનર શ્રી ધવલ પંડ્યા તથા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પાલિતાણા
નગરપાલિકા ખાતે ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે – સ્વચ્છતા માટે શ્રમદાન’’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જનભાગીદારી દ્વારા સ્વચ્છતાના મહત્વને ઉજાગર કરવાનો અને પાલિતાણાને વધુ સ્વચ્છ
અને સુંદર બનાવવાનો હતો.
આ પ્રસંગે પ્રાદેશિક કમિશનર તથા અન્યોએ પાલિતાણા સ્મશાન તથા જાહેર માર્ગો ઉપર શ્રમદાન કરી સફાઈ
ઝુંબેશની શરૂઆત કરાવી હતી. આ ઝુંબેશમાં પાલિતાણા નગરપાલિકાના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખ
અમિતભાઈ પ્રબતાણી, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર આર.પી. સોલંકી, નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓ અને

મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તથા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. પાલિતાણાના મુખ્ય માર્ગો,
જાહેર સ્થળો અને નગરપાલિકા વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી.
પ્રાદેશિક કમિશનરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “સ્વચ્છતા એ માત્ર સરકારની જ નહીં, પરંતુ દરેક નાગરિકની નૈતિક
ફરજ છે. ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાન એ પૂજ્ય મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાની
દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પાલિતાણાના નાગરિકોનો આ સફાઈ અભિયાનમાં ઉત્સાહપૂર્ણ સહયોગ આપવા
બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને પાલિતાણાને સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ બનાવવા સહિયારો પ્રયાસ કરવા
હાકલ કરી હતી.’’
પાલિતાણા નગરપાલિકા દ્વારા અંત્યોદય દિવસની ઉજવણી નિમિત્તે સફાઈમિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં
આવ્યુ હતું. જેમાં નગરપાલિકાના ૨૧૦ સફાઈ કર્મચારીઓ તથા સફાઈ કામદારોનું હેલ્થ ચકાસણી કરવામાં આવ્યું હતું
તેમજ સફાઈ મિત્રો તથા તેમના પરિવારજનોને વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં જોડવામાં આવ્યા હતા.
નગરપાલિકાના ૧૭ ગટર સફાઈ કામદારોને પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

Related Posts