શ્રી વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞ અને ધાર્મિક સામાજિક ઉપક્રમો
જાળિયા બુધવાર તા.૨૩-૭-૨૦૨૫
ગોહિલવાડનાં ગૌરવ સમાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન શ્રી વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞ અને ધાર્મિક સામાજિક ઉપક્રમો યોજાશે. આ વિવિધ આયોજનો માટે આશ્રમ પરિવાર દ્વારા તૈયારીઓ થઈ છે.
આગામી શુક્રવારથી સનાતન મહિમાવંત શ્રાવણ માસ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગોહિલવાડનાં ગૌરવ સમાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ધર્મ, સંસ્કૃતિ સાથે સામાજિક કાર્યો માટે આયોજનો ગોઠવાયા છે.
શ્રાવણ માસ દરમિયાન આશ્રમનાં સાધક, કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞ અને ધાર્મિક સામાજિક ઉપક્રમો યોજાશે. આશ્રમમાં શ્રી સોમનાથ મહાદેવ સમીપે ભૂદેવો અને ભાવિક યજમાનો દ્વારા શ્રી મહારુદ્રયાગ યોજાયેલ છે. યજ્ઞ પ્રારંભ શુક્રવાર તા.૨૫ના અને પૂર્ણાહુતિ શનિવાર તા.૨૩ના થશે.
શ્રાવણ માસ ઉજવણી દરમિયાન પીપળા, બિલ્લી વગેરે વૃક્ષ છોડ અર્પણ વિધિ, સત્સંગ, પ્રસાદ તેમજ સંતો મહંતો અને ધર્માચાર્યોનો લાભ વગેરે આ વિવિધ આયોજનો માટે આશ્રમ પરિવાર દ્વારા તૈયારીઓ થઈ છે.
Recent Comments