પીલવાઈ ખાતે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભગવાન ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પારિવારિક પ્રસંગે શ્રી અમિતભાઈ શાહના પુત્ર અને આઈ.સી.સી. અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન ગોવર્ધનનાથજીની નવ નિર્મિત મંદિરમાં સ્થાપના પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના ડૉ. વાગિશકુમારજી મહારાજ કાંકરોલી નરેશ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોર, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટર શ્રી જે.કે. જેગોડા, મંદિરના ટ્રસ્ટી સવર્શ્રીઓ, વૈષ્ણવ સંપ્રદાય અને સમાજના સંતો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments