ભાવનગર

શ્રી આત્માનંદ સરસ્વતીજી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા યજ્ઞ

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ પ્રસંગે ચાલતાં યજ્ઞમાં આહુતિ અર્પણ કરી શ્રી આત્માનંદ સરસ્વતીજીએ કહ્યું કે, યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ છે.

સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજીએ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શાસ્ત્ર ચિંતન રજૂ કરી યજ્ઞ વિશે મહાત્મ્ય જણાવ્યું. તેઓએ કહ્યું કે, યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ છે. અન્ય કર્મ એક ફળ આપે જ્યારે યજ્ઞ એ અનેક ફળ આપનાર છે. 

શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે ચાલતાં હોમાત્મક મહારુદ્ર યજ્ઞમાં શ્રી આત્માનંદજી સરસ્વતીજીએ આહુતિ અર્પણ કરી. તેઓએ ભૂદેવોને પણ શાસ્ત્રનું મહાત્મ્ય સમજવા અને તે માટે ચોક્કસ રહેવા પણ શીખ આપી.

આચાર્ય શ્રી અનંતભાઈ ઠાકર સાથે શ્રી કપિલભાઈ રાજ્યગુરુ, શ્રી વિશાલભાઈ જોષી, શ્રી મનોજભાઈ મહેતા અને આશ્રમ સેવક પરિવાર સંકલનમાં રહ્યાં છે.

Related Posts