ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દવારા ANM બીજા વર્ષનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે જેમાં શ્રી સદભાવના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગણેશ નર્સિંગ કોલેજ રાળગોનનું સતત ચાર વર્ષથી સો ટકા પરિણામ આવ્યું છે. જે છેલ્લા 4 વર્ષથી જાળવી રાખેલ છે. આ સંસ્થામાં પ્રથમ વાળા લત્તા ૭૯.૮૩% બીજા ક્રમે પંડ્યા ઉર્વશી ૭૮.૬૭% ત્રીજા ક્રમે ડોડીયા પૃથ્વી ૭૬.૮૩% ચોથા ક્રમે જાદવ ધારા ૭૬.૦૦% પાંચમાં ક્રમે બાંભણીયા આનંદી ૭૪.૦૦ % સાથે સંસ્થાની તમામ બહેનો સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થયેલ છે. તમામને ખુબ ખુબ અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ નર્સિંગ કોલેજ પરિવાર દ્વારા પાઠવવામાં આવી છે.
શ્રી ગણેશ નર્સિંગ કોલેજ રાળગોનનું બીજા વર્ષ ANM નું સો ટકા પરિણામ












Recent Comments