પ્રવેશપ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે શ્રી ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશસંતો, ધર્માચાર્યો સાથે મહંત શ્રી ગરીબરામબાપા અને શિષ્ય પરિવારનું થયું સ્વાગતપ્રયાગરાજ શનિવાર તા.૧૧-૧-૨૦૨૫(મૂકેશ પંડિત)પ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે શ્રી ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ થયો છે. સંતો, ધર્માચાર્યો સાથે મહંત શ્રી ગરીબરામબાપા અને શિષ્ય પરિવારનું ભાવભર્યું સ્વાગત થયું છે.તીર્થક્ષેત્ર પ્રયાગમાં યોજાયેલ મહાકુંભમેળા પ્રસંગે સંગમક્ષેત્રમાં સાધુ સંતો, અખાડા અને વિવિધ મંડળો જોડાઈ રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભનગરમાં ભાવ ઉત્સાહ સાથે શ્રી અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા પ્રવેશ થયો છે. સંતો, ધર્માચાર્યો સાથે મહંત શ્રી ગરીબરામબાપા અને શિષ્ય પરિવારનું ભાવભર્યું સ્વાગત થયું છે. આ નગર પ્રવેશ દરમિયાન ભારતવર્ષનાં અગ્રણી ધર્માચાર્યોનું નગરજનો દ્વારા ભારે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે આવકાર સ્વાગત કરવામાં આવેલ છે.શ્રી ગિરનારીબાપુનાં સ્મરણ સાથે શ્રી નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા મહાકુંભમેળા પ્રસંગે શ્રી હરસિદ્ધિજી સાથે શ્રી જ્યદાસજીબાપુનાં સંકલન સાથે મૂકિતમાર્ગ (સેકટર ૧૯) જૂંસી ક્ષેત્રમાં શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો પ્રારંભ થયો છે તેમ શ્રી તુલસીદાસજી મહારાજે જણાવ્યું છે.
પ્રયાગરાજ મહાકુંભનગરમાં શ્રી ગોહિલવાડ મંડળ ખાલસા પ્રવેશ

Recent Comments