ભાવનગર

69 મી રાજ્ય કક્ષાની (SGFI) THANG -Ta માર્શલ આર્ટ અંડર 17 ભાઇઓ – બહેનો ની સ્પર્ધા માં શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારે નોંધનીય સિધ્ધી હાંસલ કરી

રાજ્ય કક્ષાની (SGFI) થાંગ – તા માર્શલ આર્ટ સ્પર્ધામાં લોકશાળા મણાર નાં વિદ્યાર્થીઓ મકવાણા મિલન અને મકવાણા દક્ષા આ બંને વિધાર્થીઓ એ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. અને આવતા દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શાળા તેમજ ભાવનગર જીલ્લા અને ગુજરાત રાજ્ય નું ગૌરવ વધારશે. આ સિવાય નાં ખેલાડી ઓ મકવાણા વનિતા બીજા નંબર તેમજ માલમ પ્રાંજલ ,ચૌહાણ કિંજલ, મકવાણા ધાર્મિક અને જાંબુચા આશિષે ત્રિજો નંબર પ્રાપ્ત કર્યો હતો. ભાવનગર જીલ્લા નું નામ રોશન કરવા બદલ શાળા પરિવાર અને જીલ્લાના રમત ગમત અધિકારીશ્રી એ સૌ ખેલાડીઓ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Related Posts