અમરેલી

શ્રી જનડા પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક પર્યાવરણ, વિજ્ઞાન અને જીવજંતુઓ પ્રત્યે જાગૃતિ વધે તેમજ વર્ગખંડની બહાર પ્રાયોગિક જ્ઞાન મળે તે હેતુથી શૈક્ષણિક પ્રાકૃતિક શિબિરનું આયોજન

શ્રી જનડા પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક પર્યાવરણ, વિજ્ઞાન અને જીવજંતુઓ પ્રત્યે જાગૃતિ વધે તેમજ વર્ગખંડની બહાર પ્રાયોગિક જ્ઞાન મળે તે હેતુથી તા. 15/12/2025 થી તા. 16/12/2025 દરમિયાન શૈક્ષણિક પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 39 વિદ્યાર્થીઓ તથા ત્રણ શિક્ષકો – વિજયભાઈ મકવાણા, ભગવાનભાઈ મકવાણા અને નિલેશભાઈ હળવદિયા જોડાયા હતા. આ શિબિર અંતર્ગત ખીજડીયા પક્ષી અભ્યારણ, ધ્રોલ સાયન્સ સેન્ટર તથા રાજકોટ પ્રાણીસંગ્રહની શૈક્ષણિક મુલાકાત લેવાઈ હતી.
શિબિરના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ધ્રોલ સાયન્સ સેન્ટરની મુલાકાત લેવાઈ. અહીં વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોને પ્રયોગાત્મક મોડેલો અને પ્રદર્શન દ્વારા સમજાવવામાં આવ્યા. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તથા દૈનિક જીવનમાં વિજ્ઞાનના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું. આ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસ્યો અને જિજ્ઞાસા વધારી હતી.
પછી વિદ્યાર્થીઓને ખીજડીયા પક્ષી અભ્યારણની મુલાકાત લેવાઈ. અહીં વિવિધ પ્રજાતિના સ્થાનિક તથા યાયાવર (સ્થળાંતર) પક્ષીઓ જોવા મળ્યા. પક્ષીઓના નિવાસસ્થાન, ખોરાકની આદતો, સ્થળાંતરના કારણો અને પર્યાવરણ સાથેના સંબંધ અંગે માર્ગદર્શકો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓએ પર્યાવરણનું સંરક્ષણ કરવાનું તથા પર્યાવરણનો જતન રાખવાનું મહત્વ સમજ્યું અને પક્ષી સંરક્ષણ પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવ્યો.
શિબિરના બીજા દિવસે રાજકોટ પ્રાણીસંગ્રહની મુલાકાત લેવામાં આવી. અહીં વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપોને નજીકથી જોવાનો અવસર મળ્યો. પ્રાણીઓની જાતિઓ, તેમની રહેણાંક વ્યવસ્થા, ખોરાક, સ્વભાવ તથા સંરક્ષણ અંગે માહિતી આપવામાં આવી. આ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં જીવસૃષ્ટિ પ્રત્યે પ્રેમ અને સંવેદનશીલતા વધારી.
આ બે દિવસીય શૈક્ષણિક પ્રાકૃતિક શિબિર વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી અને સ્મરણિય રહી. શિબિર દ્વારા વિદ્યાર્થીઓએ પર્યાવરણનું સંરક્ષણ કરવાનું, પ્રકૃતિનો જતન રાખવાનું તેમજ સ્થાનિક તથા યાયાવર પક્ષીઓ વિશે માહિતી મેળવવાની મહત્વતા સમજી. સાથે સાથે વિજ્ઞાન અને જીવસૃષ્ટિ અંગે પ્રાયોગિક જ્ઞાન મળ્યું, જેના કારણે તેમની અવલોકન શક્તિ, વિચારશક્તિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીમાં વધારો થયો. આવા શૈક્ષણિક કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.

Related Posts