અમરેલી

શ્રી કંટાળા પ્રા શાળા દ્વારા શ્રી પોહરીઆઈ માતાજીના મંદિર ખાતે શિયાળુ રમતોત્સવ અને વન ભોજન નું આયોજન કરવામાં આવ્યું

તારીખ:07/01/2026 ના રોજ શ્રી કંટાળા પ્રાથમિક શાળા દ્વારા શ્રી પોહરીઆઈ માતાજીના મંદિર ખાતે વન ભોજન અને શિયાળો રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ બાલ વાટીકાથી 8 સુધીના તમામ બાળકોએ દેશી બાલ રમતો જેવી કે કોથળા દોડ, લોટ ફૂંકણી, લીંબુ ચમચી, રીંગણ પકડ, બિસ્કીટ પકડ, ફુગ્ગાફોડ, રસ્સાખેંચ, મટકી ફોડ પકડી, ત્રિપગીદોડ જેવી રમતો નું આયોજન કરવામાં આવ્યું અને દરેક બાળકો માટે શ્રી નરશીભાઈ જીવાભાઇ કામળિયા તરફથી દાલપુરી, છાસ સલાડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી શાળા ના આચાર્ય શ્રી દિપેનકુમાર દીક્ષિત એ દાતા શ્રી નો આભાર પ્રગટ કર્યો છે.

Related Posts