રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક
પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવના આયોજન અંતર્ગત ‘શ્રી
ખોડીયાર ઉત્સવ’ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર ભાવનગર તથા શ્રી ખોડીયાર મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.૦૮
અને ૦૯ માર્ચ ૨૦૨૬ ના રોજ રવિવાર અને સોમવારે એમ બે દિવસ શ્રી ખોડીયાર મંદિર પરિસર રાજપરા તા.
શિહોર જી ભાવનગર ખાતે સાંજે ૦૬-૩૦ કલાકે યોજવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં તા. ૦૮-૦૩-૨૦૨૬ ના રોજ કિર્તીદાન ગઢવી અને તા. ૦૯-૦૩-૨૦૨૬ ના રોજ અધોરી
મ્યુઝીક ગ્રુપ તેમજ અલગ-અલગ કલાવૃંદો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆતો કરવામાં આવશે. આ સાંસ્કૃતિક
કાર્યક્રમ તેમજ ભવ્ય લોકડાયરાને માણવા ભાવનગરની કલાપ્રિય જનતાને પધારવા ભાવભર્યું જાહેર નિમંત્રણ જિલ્લા
યુવા વિકાસ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા પાઠવવામા આવ્યું છે.
રાજપરા ખાતે શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૨૬ તા. ૦૮ અને ૦૯ માર્ચ ૨૦૨૬ ના રોજ યોજાશે


















Recent Comments