અમરેલી

પિતૃ મોક્ષર્થે દામનગર બોખા ડેલીવાળા પરિવાર દ્વારા અંકિત પંડિત ના વ્યાસાસને શ્રી મદ્ર ભાગવત કથા નો મંગળવારે પ્રારંભ થશે

દામનગર બોખા ડેલીવાળા પરિવાર દ્વારા પિતૃ મોક્ષર્થે શ્રીમદ્ર ભાગવત કથા સંવત ૨૦૮૧ સુદ ૯ ના તા ૦૬/૦૫/૨૫ ના રોજ અંકિત પંડિત વિકળિયા વાળા ના વ્યાસાસને પ્રારંભ થશે શ્રી મદ્ર ભાગવત કથા સત્ર બપોર ના ૨-૦૦ કલાક થી સાંજ ના ૬-૦૦ સુધી છભાડીયા રોડ ડેલી પરિવાર ની વાડી ખાતે યોજાનાર શ્રી મદ્ર ભાગવત કથા ની પોથી યાત્રા લાલજીભાઈ ધનજીભાઈ બોખા ના નિવાસ સ્થાન થી તા.૦૬/૦૫/૨૫ ને મંગળવારે સવાર ના ૮-૦૦ કલાકે પ્રસ્થાન થશે શ્રી મદ્ર ભાગવત કથા નું દીપ પ્રાગટય 

શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી ના વરદહસ્તે તા.૦૬/૦૫/૨૫ ને મંગળવાર ના દીને દીપ પ્રાગટય કરી ધર્મોત્સવ નો પ્રારંભ થશે શ્રી મદ્ર ભાગવત કથા માં આવતા ઉત્સવો ભગવાન શ્રી નૃરસિંહજી પ્રાગટય પર્વ તા.૦૮/૦૫/૨૫ ને ગુરુવાર ના રોજ સાંજ ના ૪-૦૦ કલાકે ભગવાન શ્રી વામન અવતાર તા.૦૮/૦૫/૨૫ ને ગુરુવાર સાંજે ૪-૩૦ કલાકે ભગવાન શ્રી રામ જન્મોત્સવ તા.૦૯/૦૫/૨૫ ને શુક્રવાર સવારે ૧૦-૦૦ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ તા.૦૯/૦૫/૨૫  સાંજે ૫-૪૫ કલાકે  વર્ધન ઉત્સવ તા.૧૦/૦૫/૨૫ શનિવાર બપોર ના ૨-૦૦ કલાકે રૂક્ષ્મણી વિવાહ તા.૧૧/૦૫/૨૫ સાંજે ૪-૦૦ કલાકે સુદામા ચરિત્ર કથા તા.૧૨/૦૫/૨૫ સોમવાર બપોર ના ૨-૩૦ કલાકે કથા માં પધારતા મહેમાનો શ્રાવકો માટે દૈનિક સાંજે ૬-૩૦ કલાકે મહાપ્રસાદ કથા દરમ્યાન રાત્રી એ નામી અનામી કલાવૃંદ દ્વારા સંતવાણી યોજાશે શ્રી વાડીવાળા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં બોખા ડેલીવાળા પરિવાર ના વાત્સલ્ય મૂર્તિ જડીબા ના વિશાળ ઘેઘુર વડલા જેવા સમસ્ત ડેલીવાળા બોખા પરિવાર ની શીતળ છાયા માં ભવ્ય અને દિવ્ય ધર્મોત્સવ માં અસંખ્ય પૂજ્ય સાધુ સંતો એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની કથા દરમ્યાન ઉપસ્થિત રહેશે ૦૬/૦૫/૨૫ થી પ્રારંભ થતી શ્રી મદ્ર ભાગવત કથા તા.૧૨/૦૫/૨૫ ને ને સોમવારે પુર્ણાહુતી થશે 

Related Posts