અમરેલી

શ્રી મહાગુજરાત ગોસ્વામી‌ મહા મંડળ દક્ષિણ પ્રદેશ આયોજિત. પ્રથમ શાહી સમુહ લગ્નોત્સવ માં ધર્મચાર્યો ના આશિષ વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ

સુરત શ્રી મહાગુજરાત ગોસ્વામી‌ મહામંડળ દક્ષિણ પ્રદેશ આયોજિત પ્રથમ શાહી સમુહલગ્નનું ભવ્ય આયોજન સુરત ના બંસરી પાર્ટી લોન્ચ માં યોજાયો  અખાડા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારથીબાપુ જૂનાગઢ, શ્રી શ્રી ૧૦૦૮ ગર્ગાચાયૅ પીઠાધિશ્વર જગતગુરુ મહેન્દ્રાનંદગીરીબાપુ તથા નામી અનામી સંતો,મહંતો, મહામંડલેશ્વરો તેમજ મહામંડળના ગુજરાતભર ના હોદેદારો, દાતા રત્નો શ્રીઓ, દશનામ સમાજના સુરત તેમજ દેવસ્થાન પુજારી મંડળ સુરત ના સંતો મહંતો તથા ગુજરાતભરના મહાનુભાવો, પદાધિકારીઓ, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ,આ ભવ્ય અને દિવ્ય,યાદગાર સમુહલગ્ન માં અગિયાર નવદંપતી ઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં,ખુબ જ ભવ્ય અને દિવ્ય આ શાહી લગ્ન માં ઉપસ્થિત તમામે ભરપેટ પ્રશંસા કરેલ સ્વાદિષ્ટ ભોજનનો હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધેલ, દાતાઓના સહયોગથી સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે દક્ષીણ ગુજરાત મહામંડળ પ્રમુખ હિતેન્દ્રપુરી ગોસાઈ એડવોકેટ વેજલકા દક્ષિણ પ્રદેશ પ્રભારી અને  સમારોહ ના ઉપાધિયક્ષ દાતાશ્રી મુકેશગીરી ગોસ્વામી મેસણકાવાલા, મહામંત્રી નરેશગીરી ભાડેરવાલા,યુવા પ્રમુખ વૈકુઠગીરી રૂપાવટી,તથા હિતેશગીરી રૂપાવટી સુરત શહેર પ્રમુખ શ્રી નિતીન નાથજી,સુરત જિલ્લા પ્રમુખ શ્રી રૂષીપુરી જોબાલા,યુવા પ્રમુખ,સંત સમિતિના પ્રમુખ મહંતશ્રી સોનલધામ હરેશપુરી બાપુ,તથા મહંત શ્રી શૈલેષગીરી બાપુ મામાદેવ. મહંત શ્રીજગદીશભાર્થી બાપુ મોગલધામ. તથા યુવા પ્રમુખ ધિરજગીરી પિયાવા, આષિસગીરી,ગૌતમગીરી પિયાવા, સુરેશગીરી ક્રાંકચતથા જયેશગીરી મોટી વડાળ,કિંજલગીરી થiપનાથ. હિરેનગીરી ભૈરવ. અમૂલગીરી મહિલા પાંખ પ્રમુખ ,હિરલબેન, નેહાબેન, ધર્મિષ્ઠાબેન,ચેતનાબેન. હેતલબેન તથા ઉષા બેન સાવરકુંડલા તેમજ દક્ષિણ ગુજરાત મહામંડળ ની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી આ પ્રથમ આયોજન ને સફળ બનાવી ચાર ચાંદ લગાવી દીધા હતા નવ દંપતી ઓને આદર્શ દાંપત્ય જીવન ના આશિષ “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” શુભાષીશ પાઠવતા પૂજ્ય સંતો અને સમાજ અગ્રણી ઓ દાતા રત્નો એ અંતર થી આશિષ આપ્યા હતા બેનમૂન આયોજન બદલ આયોજકો ની દુરંદેશી ની સરાહનીય સેવા બિરદાવી હતી 

Related Posts