અમરેલી

શ્રી માંગલધામ ભગુડા સ્વયંસેવકો સોમનાથ, દ્વારકા અને ભીમરાણા તીર્થ યાત્રા

શ્રી માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની માણી તીર્થ યાત્રા

લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે જોડાયાં અગ્રણીઓ – દ્વારકામાં યોજાયો લોકડાયરો

ઈશ્વરિયા ગુરુવાર તા.૧૦-૪-૨૦૨૫

શક્તિ સ્થાનક શ્રી માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની તીર્થ યાત્રા માણી છે. લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે અગ્રણીઓ પણ જોડાયાં હતા. આ દરમિયાન દ્વારકામાં લોકડાયરો યોજાયો હતો.

ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ શક્તિસ્થાનક શ્રી માંગલધામ સાથેનાં પાંચ હજારથી વધુ સ્વયં સેવકોએ મંગળવારથી ગુરુવાર દરમિયાન તીર્થ યાત્રા લાભ લીધો છે.

શ્રી માંગલ માતાજી સ્થાનકનાં વડા અને જાણીતાં લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર પ્રેરિત આ યાત્રા મંગળવારે ભગુડાથી પ્રસ્થાન થઈ બુધવારે સોમનાથ મહાદેવ તીર્થમાં ધ્વજારોહણ તથા ગુરુવારે દ્વારકા તીર્થમાં ધ્વજારોહણ પ્રસંગ આસ્થા અને ઉમંગ સાથે યોજાયેલ. દ્વારકાથી આ યાત્રા શ્રી મોગલધામ ભીમરાણા પહોચી અને ભાવિકોએ દર્શન લાભ લીધો.

યાત્રા પ્રેરક અને શુભેચ્છક રહેલ શ્રી માયાભાઈ આહિરે દ્વારકાધીશ ધ્વજારોહણ પ્રસંગે અહોભાવ રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે, આજની તિથિએ શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ પણ યોગાનુયોગ હોય અહીંયા સવારે પ્રથમ ધ્વજા શ્રી માંગલ માતાનાં સ્થાનની આવી છે. આ સાથે જ શ્રી મહાવીર જયંતી દિવસનો પણ સાનંદ ઉલ્લેખ કર્યો.

સ્વયંસેવક તીર્થ યાત્રા સાથે જાણીતાં લોકસાહિત્ય મર્મી ઉદઘોષક શ્રી મહેશભાઈ ગઢવી સાથે અગ્રણીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયાં. 

દ્વારકામાં આ દરમિયાન બુધવારે સાંજે યોજાયેલ લોકડાયરામાં શ્રી પોપટભાઈ માલધારી સાથે શ્રી દીપકબાપુ હરિયાણી, શ્રી રાજ ગઢવી તથા શ્રી ભૂમિ આહિર દ્વારા થયેલ પ્રસ્તુતિની મોજ પડી હતી.

Related Posts