કુંભણમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ
ઈશ્વરિયા સોમવાર તા.૨૮-૭-૨૦૨૫
( મૂકેશ પંડિત )
શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા કુંભણ દ્વારા કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ પ્રસંગે જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા શ્રી મુક્તાનંદજી બાપુએ રાજીપો વ્યક્ત કર્યો.
ભાવનગર જિલ્લાનાં કુંભણ ગામે સ્વર્ગસ્થ શ્રી જડીબેન વિઠ્ઠલભાઈ વાઘાણી વિદ્યાલયમાં કન્યા છાત્રાલય ઉદ્ઘાટન અને કુમાર છાત્રાલય ખાતમુહૂર્ત સમારોહ શ્રી મુક્તાનંદજી બાપુનાં અધ્યક્ષસ્થાને ગત રવિવારે યોજાઈ ગયો.
શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા કુંભણ દ્વારા યોજાયેલ આ સમારોહમાં આશિર્વચન પાઠવતાં શ્રી મુક્તાનંદજી બાપુએ મૂલ્યોની વાત કરી જીવન કેળવણી માટે સહયોગી બનવા પર ભાર મૂકતા રાજીપો વ્યક્ત કર્યો.
આ સમારોહમાં કન્યા છાત્રાલય નૂતન ભવન લોકાર્પણ કરતાં રાજ્યસભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીન તથા મહિલા અગ્રણી શ્રી જેનીબેન ઠુંમર સાથે મહેમાન શ્રી રહેલાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા શ્રી ભિખાભાઈ બારૈયા, અગ્રણી શ્રી પ્રવિણભાઈ રાઠોડ અને લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાનાં શ્રી વિશાલભાઈ ભાદાણી દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલ આ શૈક્ષણિક સુવિધાને અને દાતાઓને બિરદાવી લાભ લેવા અનુરોધ કરેલ. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ શ્રી મિહિરભાઈ બારૈયા તથા શ્રી મનીષભાઈ ઠાકરની ઉપસ્થિતિ રહી હતી.
સંસ્થાનાં પ્રમુખ શ્રી નાનુભાઈ વાઘાણીએ ગ્રામ્યવિસ્તારમાં કેળવણી માટેનાં પોતાનાં અભિગમ સંદર્ભે ઉલ્લેખ કરી દાતા સહયોગીઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમારોહ પ્રસંગે આચાર્ય શ્રી પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા આવકાર ઉદ્બોધન થયેલ. શ્રી મહાશંકરભાઈ પંડ્યાનાં માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ. શ્રી હિતેન્દ્રભાઈ વાઘાણીએ આભાર વિધિ કરેલ. સમગ્ર સમારોહ સંચાલનમાં શ્રી જીતુભાઈ મકવાણા રહ્યાં હતાં.
આ શૈક્ષણિક સમારોહમાં આસપાસનાં પંથકનાં સામાજિક, રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે વાલીઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.
Recent Comments