ભાવનગર

લોકભારતી સણોસરામાં શુક્રવારે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી શુક્રવારે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવ વ્યાખ્યાન આપશે.

ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત આગામી શુક્રવાર તા.૫ સવારે ૧૯મો મણકો યોજાશે. અહીંયા લેખક શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવ ‘કેળવણીમાં ઇતર પ્રવૃત્તિઓ અને અત્તર પ્રવૃતિઓ’ વિષય ઉપર વ્યાખ્યાન આપશે, તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

Related Posts