દક્ષિણ ભારતના તીર્થસ્થાન રામેશ્વરમ ખાતે વિદ્વાન કથાકાર પૂ રામકૃષ્ણ શાસ્ત્રીજીના (કુંઢેલી વાળા) વ્યાસાસને આગામી તારીખ 18ને ગુરુવારથી સંગીતમય નવ દિવસીય રામકથાનો પ્રારંભ થશે.
દક્ષિણ ગુજરાતના સીતારામ પરિવાર દ્વારા આયોજિત રામચરિત માનસ કથાનું રામેશ્વરમના (તમિલનાડુ) કટુપીલાયર કોવિલ સ્ટ્રીટના “ભારત સેવાશ્રમ સંઘ” ખાતે આયોજન થયું છે.
આયોજકો દ્વારા પોથીયાત્રા, શ્રી રામ જન્મ, શ્રીરામ વિવાહ, શ્રીરામ રાજ્યાભિષેક સહિતના પ્રસંગો ઉજવવાનું ભાવભેર આયોજન કરવામાં આવ્યું છે. રામકથાની પૂર્ણાહુતિ તા. 26 ને શુક્રવારે થશે.


















Recent Comments