ભાવનગર

પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી કણીરામબાપુનાં સાનિધ્ય શ્રી રામનગર દુધરેજ ખાલસા

પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી કણીરામબાપુનાં સાનિધ્ય સાથે શ્રી રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે. અંહીયાં ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે.અખિલ ભારતીય રબારી સમાજ  ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિક સેવકોને લાભ મળી રહ્યો છે. પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઝુંસી ક્ષેત્રમાં શ્રી કણીરામબાપુનાં સાનિધ્ય સાથે શ્રી રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે. કુંભપર્વમાં શ્રીમદ્ ભાગવત કથા અને શ્રી રામકથા આયોજન થયેલ છે.યજ્ઞ સેવા સાથે અંહીયાં ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે. કોઠારી શ્રી મુકુંદરામબાપુનાં સંકલન સાથે સેવકોનાં સહયોગ સાથે શ્રી રામનગર દુધરેજ ખાલસામાં ગુજરાત સહિત દેશભરનાં સેવક ભાવિકોને લાભ મળી રહ્યો છે.

Related Posts