હરિદ્વારમાં શ્રી વિશ્વાનંદ માતાજી ભાગવત સપ્તાહ

તીર્થસ્થાન હરિદ્વારમાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા ગંગામૈયાનાં તટ પર આયોજન થયેલ છે.શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને તીર્થસ્થાન હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ મળનાર છે. ગંગામૈયાનાં તટ પર શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા થયેલ આયોજન મુજબ ભાગવત કથા પ્રારંભ શુક્રવાર તા. ૨.૫.૨૦૨૫નાં થશે અને વિરામ ગુરુવાર તા. ૮.૫.૨૦૨૫નાં થશે. કથામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈને કથામૃત સાથે ગંગા સ્નાન અને તીર્થ દર્શન લાભ લેનાર છે.
Recent Comments