ગુજરાત

વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે રામેશ્વર તીર્થમાં રામકથા શ્રી વિશ્વાનંદ માતાજી

શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા આગામી ગુરુવારથી આયોજન

જાળિયા શનિવાર તા.૧૭-૫-૨૦૨૫

રાષ્ટ્રનાં વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા યોજાશે. જાણીતાં વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આગામી ગુરુવારથી મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન થયેલ છે.

ભારત વર્ષનાં સનાતન તીર્થ સ્થાન સેતુબંધ રામેશ્વરમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં જાણીતાં વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આગામી ગુરુવારથી શ્રી રામકથા પ્રારંભ થશે.

મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા થયેલ આયોજન મુજબ દિવસરાત સેવારત રાષ્ટ્રનાં વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે રામેશ્વર તીર્થમાં ગુરુવાર તા.૨૨થી શુક્રવાર તા.૩૦ દરમિયાન શ્રી રામકથા યોજાશે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ભાવિક શ્રોતાઓ જોડનાર છે.

Related Posts