અમરેલી

સાવરકુંડલાના રઘુવંશીપરામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો પ્રારંભ

સાવરકુંડલા શહેરના રઘુવંશીપરા-ખોડીયાર નગર વિસ્તારમાં સમસ્ત રઘુવંશી પરાના ધર્મપ્રેમી લોકો દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ખૂબ જ ભવ્યાતિભવ્ય અને દિવ્ય કથા નો ધામધૂમથી શુભારંભ કરવામાં આવ્યો. આ પવિત્ર કાર્યક્રમની શરૂઆત શ્રી રામજી મંદિર, રઘુવંશીપરા થી ભક્તિના અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે પોથીયાત્રા દ્વારા થઈ, જે કથા સ્થળે પહોંચી.
આ ઉપલક્ષ્યે કથાના મુખ્ય યજમાન વિઠ્ઠલભાઈ નાનજીભાઈ ચોંડીગળા અને તેમના પરિવારે ભાગવત ભગવાનની પોથીજીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું. ત્યારબાદ વ્યાસપીઠ પર બિરાજેલા પ્રસિદ્ધ વક્તા સુરાબાપુ ની જગ્યાના મહંત જ્ઞાનેશ્વરી દાસજી (બહેનશ્રી) એ પોતાના મધુર કંઠે અને સંગીતમય શૈલીમાં શ્રીમદ્ ભાગવત કથા નો ભવ્ય શુભારંભ કરાવ્યો. આ સાત દિવસ ચાલનારા આધ્યાત્મિક મહોત્સવમાં ભક્તોને જ્ઞાન, ભક્તિ અને આનંદની અમૂલ્ય ભેટ મળશે. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ આ પવિત્ર અવસર ની ઉજવણીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts