ચલાલામાં સાટોડી પરા ખાતે આવેલ શ્રી રાધા કૃષ્ણ મહિલા મંડળ આયોજિત તારીખ ૧૪-૧૨-૨૫ થી ૨૦-૧૨-૨૫ સુધી ભાગવતાચાર્ય શ્રી હાર્દિકભાઈ બી. ભટ્ટ (ધારગણીવાળા)ના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભાગવતાચાર્યના શ્રીમુખે જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મ મિશ્રિત અસ્ખલિત વાણી દ્વારા શ્રોતાજનો જ્ઞાન સાગરમાં ડૂબકી લગાવતાં જોવા મળેલ. કથાના અલૌકિક પ્રસંગોમાં હેમાદ્રી શ્રવણ, પોથીયાત્રા, કપીલ પ્રાગટય, નૃસિંહ પ્રાગટય, ભવ્ય લોકડાયરો, વામન પ્રાગટય, શ્રી રામ પ્રાગટય, કૃષ્ણ જન્મ (નંદ ઉત્સવ), ગોવર્ધન (ગિરીરાજ) પૂજન, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, પરિક્ષિત મોક્ષ અને દશાંશ હોમ સાથે ધાર્મિક પ્રસંગો વ્યાસપીઠ દ્વારા ખૂબ રસાળ અને સંગીતમય શૈલીમાં રસપાન કરાવવામાં આવ્યું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન પૂ. દાનમહારાજના લઘુ મહંત મહાવીરબાપુ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહીને કથા રસપાનનો લ્હાવો લીધો હતો. રાત્રે યોજાયેલ લોક ડાયરામાં ડો. પ્રતાપ કાબરીયા, ભીખુભાઈ માળવીયા, ગુણુભાઈ બારોટ વગરે ડાયરામાં લોકસાહિત્ય અને સંસ્કૃતિની રમઝટ બોલાવી હતી. આ તકે પોલીસ વિભાગમાંથી ગઢવી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી રાધા કૃષ્ણ મહિલા મંડળની વાત કરીએ તો ચૌદ મહિલાઓ દ્વારા સતત પંદર વર્ષથી રાત્રે રોજ એક કલાક સત્સંગ જેવી ધાર્મિક પ્રવૃતિઓ કરતાં કરતાં આજરોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે
આ મંડળનો ટૂંકમાં પરિચય આપીએ તો ધારી બગસરા ધારાસભ્ય જે. વી કાકડીયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડીયા અને ડો. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ મંડળના સભ્યો વિમળાબેન રમણભાઈ કાકડીયા, ભારતીબેન પ્રફુલભાઈ કાકડીયા, કંચનબેન દેવજીભાઈ કાકડીયા, જયાબેન બાવચંદભાઈ કાકડીયા, મંજુબેન મનુભાઈ કસવાલા, મંજુબેન ગેડિયા, રસીલાબેન જયંતિભાઈ ભાલાળા, અનસુયાબેન બાબુભાઈ ભાલાળા, વસંતબેન વિઠ્ઠલભાઈ ભાલાળા, પુષ્પાબેન રમેશભાઈ ભાલાળા, કિરણબેન અશ્ર્વિનભાઈ કાકડીયા, કિરણબેન હસુભાઈ સોડવડીયા, દયાબેન કિશોરભાઈ માળવીયા, રસીલાબેન અશ્ર્વિનભાઈ તળાવિયા સમેત તમામ મહિલા સભ્યો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વિશાળ ભાવિકોની ઉપસ્થિતિમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ખૂબ સફળતા પૂર્વક જ્ઞાનસત્રનું આયોજનમાં કથાશ્રવણમાં રસતળબોળ થતાં જોવા મળેલ
કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા ટીમ દ્વારા ખડેપગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી તેમજ પાંધી પરિવાર ઉપસ્થિત રહીને ક્થાનો લ્હાવો લીધો હતો.


















Recent Comments