ગુજરાત

વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ, દરિયાકાંઠે 40 થી 50 kmphની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

વેરાવળ બંદર 3 પર નંબરનું સિગ્નલ લગાવાયુ, 40-50 કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની આગાહી, સુરક્ષાના પગલે 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, ગીરસોમનાથ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી, માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના.આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી, 25 થી 27 ઓક્ટોબર સુધી વરસાદને લઈ યેલો અલર્ટ અપાયું, પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાની વાત આવી સામે, આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આવવાની શક્યતા અને આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે, દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે  LCS3 સિગ્નલ જાહેર કરાયું છે, અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC1 સિગ્નલ જાહેર કરાયું છે.

Related Posts