પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલાં જ 13 ઓક્ટોબરના રોજ સોના-ચાંદીના ભાવ ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને વૈશ્વિક બજારના સથવારે આજે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ અધધધ રૂ. 5000 પ્રતિ કિગ્રા ઉછળ્યો હતો. સોનું પણ રૂ. 1,29,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. આજે સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ રૂ. 5000 ઉછળી રૂ. 1,75,000 પ્રતિ કિગ્રાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સોના અને ચાંદીના રેકોર્ડ ભાવ વધારાના કારણે પુષ્ય નક્ષત્રમાં ઘરાકીનો અભાવ જોવા મળ્યો છે. હાલ માત્ર 20થી 30 ટકા ખરીદદારોએ જ ઓર્ડર બુક કરાવ્યા હોવાનું અમદાવાદ ચોક્સી મહાજને જણાવ્યું હતું. હાલ બજારમાં માત્ર નાના-મોટા રોકાણકારો જ ખરીદી કરતાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે, સોના-ચાંદીની કિંમત ઓલટાઈમ હાઈ હોવા છતાં પ્રોફિટ બુકિંગનું કોઈ ખાસ વલણ જોવા મળ્યું નથી.ચાલુ કેલેન્ડર વર્ષ કિંમતી ધાતુ માટે શુકનવંતુ રહ્યું છે. આ વર્ષે ચાંદીમાં મૂડી ડબલ થઈ છે, જેમાં 102 ટકા રિટર્ન છૂટ્યું છે. જ્યારે સોનામાં પણ 64 ટકા ઉછાળો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ સોનું રૂ. 78700 પ્રતિ 10 ગ્રામ સામે રૂ. 50,300 ઉછળી રૂ. 1,29,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. જ્યારે ચાંદી રૂ. 86500 પ્રતિ કિગ્રા સામે રૂ. 88500 ઉછળી રૂ. 1,75,000 પ્રતિ કિગ્રાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, ટ્રમ્પની ટેરિફ નીતિ, અમેરિકામાં મંદી, ફેડ રેટ કટ, ક્રૂડના ભાવમાં ઘટાડો સહિતના વિવિધ પરિબળોના કારણે સેફ હેવનમાં રોકાણ વધ્યું છે. વિવિધ સેન્ટ્રલ બેન્કો દ્વારા ગોલ્ડ રિઝર્વ્સ પણ વધારવામાં આવી છે. રૂપિયો નબળો પડ્યો છે. બીજી તરફ ચાંદીની ઔદ્યોગિક માગ સતત વધી રહી છે. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા હોલમાર્ક કરાયેલું પ્રમાણિત સોનું ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે, જેમ કે AZ4524. હોલમાર્કિંગ સોનાના કેરેટ અર્થાત શુદ્ધતા દર્શાવે છે.ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) નો ઉપયોગ કરીને ચકાસો. સોનાના ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના આધારે બદલાય છે.
પુષ્ય નક્ષત્ર પહેલાં ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો, સોનું પણ રૂ. 1,29,000ની રેકોર્ડ ટોચે




















Recent Comments